પરિચય

ગોધરા શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનું તેમ જ ગોધરા તાલુકાનું મુખ્યમથક છે. અમદાવાદથી મધ્ય-પ્રદેશ તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પરનું આ વ્યાવસાયિક કેન્દ્ર છે. ગોધરા વડોદરાથી દિલ્હી જતા રેલ્વે માર્ગ પરનું મહત્વનું સ્ટેશન છે. આ ઉપરાંત વાપીથી શામળાજી જતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પણ અહીંથી પસાર થાય છે.