ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. ગોધરા મોર્યકાળની સત્તાનો ભાગરૃપ નગર હતું. એ વખતના અવશેષોમાં ગોધરાનો ઉલ્લેખ વિજય છાવણી તરીકે કરવામાં આવ્યો હતો. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું. ચાંપાનેરથી ગોધરા ગાયો ચરવા માટે આવતી હતી એવી લોકવાયકાઓ પ્રચલિત હતી.
વિક્રમ સંવત 1274માં ગોધરામાં ચાલુક્ય વંશનો કણ્વ નામનો રાજા રાજ્ય કરતો હતો. બ્રિટિશકાળ દરમિયાન ગોધરા પ્રસિદ્ધ વિપ્લવકારી તાત્યા ટોપેની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. 20મી સદીની શરૃઆતમાં ગોધરા સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓથી ધમધમતું થયું હતું.
ઇ.સ. ૨૦૦૨માં અહીં માનવીઓ ના મોટા ટોળાએ સાબરમતિ એક્સ્પ્રેસ ટ્રેનને આગ ચાંપતા સત્તાવાર રીતે ૫૯ લોકો જીવતા બળી ગયાં હતાં. આ ઘટનાને પગલે ગુજરાત ભરમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં આશરે ૧,૦૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. આ કારણે આજે મિડિયાનાં પ્રતાપે ગોધરાનું નામ દેશ વિદેશમાં જાણીતું થઇ ગયું છે. આ અનિચ્છનીય અને દુખદ ઘટના રહી હતી.આ ઘટના અમાનવીય હતી..
ગોધરા નગર પાલિકા હસ્તકના નહેરૂબાગ માં કરેલ PPP મોડ ની કામગીરી
Read More(૧) ડો.કુમાર હોસ્પિટલ વળી ગલીમાં સી.સી. રોડ ની કામગીરી પૂર્ણ (૨)રોડ બ્યુટીફીકેશન વર્ક - ગાંધીચોક (૩) માર્કેટિંગ યાર્ડ ની પાછળ સી.સી. રોડની કામગીરી ચાલુ (૪) મુન્ના વે-બ્રીજ થી કલાભાઈ પેટ્રોલ પંપ સુધીનો રીસ્ટોરેશનની કામગીરી ચાલુ. (૫)મજાવર રોડ રીપેરીંગ - રી કાર્પેટ વર્ક ચાલુ. (૬) અમનપાર્ક માં પીવાના પાણીની પાઈપ લાઈન નાખવાનુ કામ ચાલુ. (૭)ક્રિશ્ના સિનેમાના ઢાળમા પુર-સરક્ષણ દીવાલની કામગીરીનું મુહુર્ત.
Read Moreમુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત "હાઉસિંગ ઓર ઓલ" ના મિશનને સાર્થક કરતી "મુખ્યમંત્રી ગૃહ યોજના"
EWS તથા LIG કક્ષાના આવક જૂથ માટે મકાનોની જરૂરિયાત હેતુ
ડીમાંડ સર્વે તા.૦૧/૦૬/૨૦૧૬ થી આરંભ
ફોર્મ મેળવવાનુ સ્થળ : નગરપાલિકા ગોધરા....
Read Moreગોધરા નગરપાલિકા હસ્તકના ગોધરાના હાર્દ સમા રામ સાગર તળાવમાં ગેરકાયદેસર મચ્છીમારી કરનાર સામે નગરપાલિકાની લાલઆંખ.
ફાયર વિભાગના ચીફ ફાયર સુપ્રીન્ટેન્ડન્ટશ્રી પી.એસ.સોલંકી તેમજ વિજયભાઈ શર્માની ટીમે મચ્છીમારી કરનારની સાત નાવડી જપ્ત કરી
Read More