ગોધરા શહેરના પાણીનો મુખ્ય સ્ત્રોત નર્મદા આધારિત છે.
ગોધરા શહેરની પાણીની કાયમી મુશ્કેલી દુર કરવા માટે ગોધરા શહેરથી આશરે ૨૦ કી.મી. દુર નર્મદા કેનાલ આધારિત યોજના કરવામાં આવેલ છે. તેમાં ભામૈયા ગામ સુધી નર્મદા કેનાલમાંથી પાણી પહોંચાડવાનું કામ હાલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક છે.
નગરપાલિકાને હાલમાં નર્મદા કેનાલમાથી પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે છે. દરરોજનું એક કરોડ લીટર પાણી શહેરની આંઠ ટાંકીમાં ભરી સવારે એક કલાક શહેર વિસ્તારમાં તથા સાંજે એક કલાક સોસાયટી વિસ્તારમાં પાણી આપવામાં આવે છે.